test

 

પશ્ચિમ બંગાળ

પરિવર્તનથી પુનરાવર્તન સુધી સદાય સટીક સાબિત થયા છે એક્ઝિટ પોલ

પુનરાવર્તનથી પરિવર્તન સુધી પણ પરિણામમાં બદલાશે એક્ઝિટ પોલ ?

વિશ્લેષણ : કન્હૈયા કોષ્ટી

અમદાવાદ, તા.27 એપ્રિલ, 2021 (BBN). પશ્ચિમ બંગાળના વીતેલાં 10 વર્ષના જૂના ઇતિહાસમાં જોવા મળ્યું છે કે મતદાન બાદ થયેલાં સર્વેક્ષણો એટલે કે EXIT POLLનાં તારણો હમેશાં ચૂંટણી પરિણામોની અત્યંત નજીક જ આવ્યાં છે. આ દૃષ્ટિએ જોતાં તાજેતરમાં ચાલી રહેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021ના સંદર્ભે પણ એવું અનુમાન લગાવી શકાય કે એક્ઝિટ પોલમાં જેનું પલ્લું ભારે હશે, તે જ કોલકાતા (KOLKATA) પર રાજ કરશે. આમ તો પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોનાં વિધાનસભા ચૂંટણી પરિણામો 2 મે, 2021 એટલે કે આ રવિવારે જાહેર થવાનાં છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં 8મા અને અંતિમ તબક્કાના મતદાન બાદ એટલે કે 29મી એપ્રિલે સાંજે 6 વાગ્યા બાદ તમામ રાજ્યોનાં એક્ઝિટ પોલ સ્પષ્ટ આવવાના છે.

પશ્ચિમ બંગાળમાં વર્ષ 2011 પહેલાં ત્રણ ત્રણ દાયકાથી પણ વધારે સમય સુધી ડાબેરી પક્ષોનું એકચક્રી શાસન રહ્યું છે. તેથી સ્વતાંત્ર્ય બાદ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી 2006 તથા લોકસભા ચૂંટણી 2009 સુધી ડાબેરી પક્ષોનો પ્રભાવ છવાયેલો રહ્યો. તેમાં પણ ડાબેરી પક્ષોનો તો 2011 પહેલા સુધી સતત ત્રણ દાયકાથી વધુ સમય શાસન હતું. ત્યાં સુધી રાજ્યમાં ડાબેરી પક્ષોને ટક્કર આપનારો એકમાત્ર પક્ષ કૉંગ્રેસ પક્ષ હતો કે જે ડાબેરી પક્ષોની સામે સતત પરાજય પામતો રહ્યો. તેથી આ સમયગાળામાં ડાબેરી પક્ષોના પ્રભાવ દરમિયાન એટલે કે 2009 સુધીની તમામ ચૂંટણીઓનાં એક્ઝિટ પોલ તથા પરિણામોના તુલનાત્મક અભ્યાસનો કોઈ અર્થ રહેતો નથી. આથી. તેથી આપણે આજે પશ્ચિમ બંગાળમાં ગત 10 વર્ષમાં થયેલી 4 ચૂંટણીઓનાં જ એક્ઝિટ પોલ તથા પરિણામોનો તુલનાત્મક અભ્યાસ કરતાં 2 મેના રોજ આવનારાં ચૂંટણી પરિણામોનું અનુમાન લગાવી રહ્યા છીએ.

દસ વર્ષમાં 4 ચૂંટણીઓ, પરિવર્તનથી પુનરાવર્તન

પશ્ચિમ બંગાળમાં છેલ્લાં 10 વર્ષમાં 4 ચૂંટણી યોજાઈ છે. તેમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2011, લોકસભા ચૂંટણી 2014, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2016 અને લોકસભા ચૂંટણી 2019નો સમાવેશ થાય છે. આ ચારેય ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળના મતદારોએ પરિવર્તન પણ લાવ્યું અને પુનરાવર્તન પણ કર્યું. રાજ્યમાં ત્રણ દાયકાથી વધારે સમયથી ચાલ્યા આવતા ડાબેરી પક્ષોના શાસનને વિધાનસભા ચૂંટણી 2011માં પ્રજાએ ઉખાડીને ફેંકી દીધું. પરિવર્તનના આ પ્રવાહમાં વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જી તથા તેમનો પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ (TMC) 2011માં સૌપ્રથમ વાર સત્તામાં આવ્યાં. આ ચૂંટણીમાં મત પરિવર્તન માટે અપાયા હતા, તો લોકસભા ચૂંટણી  2014 તથા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2016માં મતદારોએ મમતા અને ટીએમસી પર વિશ્વાસ મૂકીને પુનરાવર્તન માટે મત આપ્યા. આ દરમિયાન રાજ્યમાં અચાનક ભારતીય જનતા પાર્ટી (ભાજપ-BJP)નો પ્રવેશ થયો અને ટીએમસી માટે ડાબેરી તથા કૉંગ્રેસના બદલે હવે ભાજપ સૌથી મોટો પડકાર બનીને ઊભરી આવ્યો. બંગાળના મતદારોએ મમતાને લોકસભા ચૂંટણી 2019માં ભાજપને 42માંથી 18 બેઠકો જિતાડી આપીને વિજય અપાવ્યો હતો અને એ રીતે 2021માં આવનારા પડકારનો અંદાજો મમતાજીને કરાવી દીધો હતો. એવા તબક્કે ભાજપ હવે લોકસભા ચૂંટણી 2019નું અને ટીએમસી વિધાનસભા ચૂંટણી 2016નું પ્રદર્શન ફરીથી કરવા ઇચ્છે છે.

તો 29 એપ્રિલે જ નક્કી થશે : મમતા કે મોદી ?

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી 2011માં પરિવર્તનનો પ્રવાહ, લોકસભા ચૂંટણી 2014 તથા વિધાનસભા ચૂંટણી 2016માં પુનરાવર્તનની લહેર અને લોકસભા ચૂંટણી 2019માં બંને લહેરોના મિશ્ર વલણ વચ્ચે થયેલા મતદાન બાદ આવેલાં એગ્ઝિટ પોલના તારણો જાહેર થયેલાં ચૂંટણી પરિણામો સાથે અત્યંત નજીક રહ્યા હતાં. આનો અર્થ એ થાય કે 29મી એપ્રિલે આવનારાં એક્ઝિટ પોલનાં પરિણામોથી એ સ્પષ્ટ થઈ જશે કે 2 મેના રોજ કોનો ઢોલ વાગવાનો છે ? પ્રજા મમતા બૅનર્જી ને ‘રામ-રામ’ કહી દેશે કે પછી મોદીનું  “જયશ્રી રામ” કામ કરી જશે ?

જોકે ભાજપે આ વખતે 2019ની અર્ધ પરિવર્તન લહેરને પૂર્ણ પરિવર્તન લહેર બનાવવા માટે એડી-ચોટીનું જોર લગાવી દીધું છે. આવા તબક્કે ગત સમયના 4 એક્ઝિટ પોલનાં પરિણામોને જોતાં જણાય છે કે 29મી એપ્રિલે આવનારા એક્ઝિટ પોલનાં પરિણામો ઘણાં રોમાંચક નીવડશે અને કોલકાતામાં મુખ્યમંત્રી તરીકે મમતાજી બેસવાનાં છે કે ભાજપનો કોઈ નવનિયુક્ત ચહેરો, એ લગભગ 2 મે પહેલાં જ નક્કી થઈ જશે.

29 એપ્રિલના એક્ઝિટ પોલ મહત્ત્વનાં કેમ ?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2011, લોકસભા ચૂંટણી 2014, વિધાનસભા ચૂંટણી 2016 અને લોકસભા ચૂંટણી 2019નાં પરિણામો પહેલાં જાહેર થયેલાં એક્ઝિટ પોલનાં પરિણામોમાં દર્શાવાયેલા આંકડા જોતાં આપ સ્વયં અનુમાન લગાવી શકશો કે ચારે ચૂંટણીઓનાં પરિણામો એક્ઝિટ પોલના નિષ્કર્ષોની અત્યંત નજીક રહેવા પામ્યા છે.

આ ચારેચાર એક્ઝિટ પોલથી સ્પષ્ટ છે કે દર વખતે એક્ઝિટ પોલના નિષ્કર્ષ જ પરિણામોમાં ફેરવાઈ જાય છે. તેથી 29મી એપ્રિલના એક્ઝિટ પોલના જે પણ નિષ્કર્ષ આવશે, તે ઘણા અંશે 2 મેના રોજ જાહેર થનારાં પરિણામો પ્રત્યે સંકેત કરશે.

લોકશાહીમાં મતદાર જ રાજા ગણાય છે. એટલે પશ્ચિમ બંગાળના મતદારોએ કોના માથે તાજ મૂક્યો છે ? એનો અણસાર આપણને 29 એપ્રિલે જ આવી જવાનો છે. આપ અગાઉ 10 વર્ષના 4 એગ્ઝિટ પોલના તારણો જુઓ. આપને પણ વિશ્વાસ થઈ જશે કે 29 એપ્રિલે એગ્ઝિટ પોલના તારણોમાં જે બાજી મારશે, તેને જ બંગાળનો તાજ મળશે.





READ IN HINDI : बंगाल : कभी झूठ नहीं बोला एग्ज़िट पोल, तो 29 को किसका बजेगा ‘ढोल’ ?

Post a Comment

Previous Post Next Post